Monday, June 9, 2025
spot_img
HomeGujaratમહિલા દિન નિમિતે જંબુસર ખાતે ખેડૂત મહિલા તાલીમનું આયોજન

મહિલા દિન નિમિતે જંબુસર ખાતે ખેડૂત મહિલા તાલીમનું આયોજન

જંબુસર તાલુકાનાં સમોજ અને ભોદર ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને NCCSD સંસ્થા ધ્વારા મહિલા દિન નિમિતે નવા ખેડૂત મહિલા ખેડૂત તાલીમ નું આયોજન રાખવા માં આવ્યું હતું તેમાં સામોજ ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન દ્વાર નવા ખેડૂત મહીલા ખેડૂત પ્રોજેક્ટ અને મારો તાલુકો હળિયાળો તાલુકો બંને મર્ચ થઈ તાલિમ પ્રોગ્રામ કરવાં માં આવ્યો. આ તાલિમ માં ACF સાહેબ ભરુચ થી V.M ચૌધરી, RFO મનીષાબેન આહીર, ભરૂચ કિશાન એગ્રોફેડ FPO ના ડિરેક્ટર રાજેન્દ્રભાઈ, ગ્રામ સેવક વિશાલભાઈ, તથા અગ્રણી ખેડૂત એવા અમરસંગભાઈ ગોહિલ અને નહાર ગામ થી અગ્રણી મહિલા ખેડૂત રામિલાબેન મકવાણા હાજર રહયા હતા.
આ તાલિમ માં FPO વિષયક માહિતિ, ખેતી વિષયક સરકારી યોજના ની માહિતિ, પ્રાકૃતિક ખેતી ની માહિતિ, ગૃહ ઉદ્યોગ અને નાના પાયા ના ધંધા રોજગાર ની માહિતિ, બાગાયતી પાક અને નીલગીરી પ્લાન્ટેશન માહિતિ, વૃક્ષો ના ફાયદા, પ્રાકૃતિક રીતે બનાવેલ સાબુ,અગરબત્તી, વગેરે ઉત્પાદનો નું વેચાણ વિષે ખુબ સરસ રીતે માહિતી આપવા માં આવી. તેમજ 6 માર્ચ ભોદર ગામે સ્વામીનારાયણ મંદિર ખાતે મહિલાઓ સાથે કુશળ ખેતી અને નવી ટેકનોલોજી, વેલ્યુ એડિસન, નેચરલ ફાર્મિંગ , મહિલાની ખેતીમાં ભાગીદારી અને મહત્વ, મહિલાઓએ કરેલ સફળ ખેતી, કુશળ ખેતી ના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.
આ પ્રસંગે NCCSD સંસ્થા તરફથી શ્રી,કિરીટ શૈલત સર, IAS (Rtd) સન્નીભાઈ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી તુષારભાઈ, ગ્રામ સેવક શ્રી યોગેશભાઈ અને આતાપી સ્ટાફ જેમાં ગામની મહિલાઓ અને પુરુષ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સામોજ, નહાર, ભોદર અને અમનપુર ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં NCCSD થી આવેલ શનીભાઈ પટેલે મહિલાઓના વિકાસ અને ગૃહ ઉદ્યોગ વિશે તેમજ સરકારી યોજના જોડાણ વિશે માહિતી આપી હતી. તથા તુષારભાઇ એ ગૃહ ઉદ્યોગ અને મહીલા ઓ આત્મ નિર્ભર થઇ આગળવધે તે માટે પ્રોત્સાહન આપ્યું. કિરીટ શૈલત સર એ મહીલાઓ ખેતી માં નવી ટેક્નોલોજી થી આગળ વધે તે માટે પ્રોત્સાહન આપ્યું તથા મહીલા ખેડુતો અને પુરુષ ખેડુતો એ પ્રાકૃતિક ખેતી ના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતાં.

રિપોર્ટર: ડી. એન. વાઘેલા, જંબુસર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x