Monday, June 9, 2025
spot_img
HomeGujaratSGCCI દ્વારા 'સાયક્લોથોન ઈકોપેડલ ર૦રપ'યોજાઇ

SGCCI દ્વારા ‘સાયક્લોથોન ઈકોપેડલ ર૦રપ’યોજાઇ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ફન, ફિટનેસ અને ક્લીન એન્વાયરમેન્ટને ધ્યાને રાખી રવિવાર, તા. 2 માર્ચ ર૦રપના રોજ સવારે 6 કલાકે, ‘રાઈડ ગ્રીન, બ્રીથ ક્લીન – પેડલ અવે ફ્રોમ પોલ્યુશન એન્ડ એડિકશન’ તથા ‘સાયબર સુરક્ષા’ અને ‘ડ્રગ્સ ફ્રી સુરત’ની થીમ સાથે વાય જંકશનથી ડુમસ અને ડુમસથી વાય જંકશન સુધી ‘સાયક્લોથોન ઈકોપેડલ ર૦રપ’નું આયોજન કરાયું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ આપણે દરેકને સ્વચ્છ અને હરિયાળું સુરત બનાવવા માટે યોગદાન આપવા હેતુ સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરવા માટે પ્રોત્સાહિત કરે છે.

સાયકલના દરેક પેડલ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે અને આપણા તથા ભાવિ પેઢી માટે સ્વચ્છ, શ્વાસ લેવા યોગ્ય વાતાવરણનું નિર્માણ કરશે. આજની આ વિરલ ઘટના ફક્ત પર્યાવરણ જાગૃતિ વિષે જ નથી, પરંતુ આ શહેરને ડ્રગ્સ-મુક્ત સુરત બનાવવા માટે પણ છે. એક એવું શહેર જ્યાં હેલ્થ, વેલ બિઇંગ અને પોઝીટીવ હેબીટ્‌સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ સાયક્લોથોનમાં ભાગ લઈને, આપણે સ્વચ્છ અને સ્વસ્થ જીવનની સાથે સાથે વ્યસનમુક્ત જીવન જીવવાના મહત્વ વિષે પણ જાગૃતિ લાવી રહ્યા છીએ.આ પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત, સંયુકત પોલીસ કમિશનર (ક્રાઇમ) રાઘવેન્દ્ર વત્સ, સુરત એરપોર્ટ ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સના કમાન્ડન્ટ કુમાર અભિષેક અને સુરતના ઝોન ફોરના નાયબ પોલીસ કમિશ્નર વિજય સિંહ ગુર્જર ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સાયકલીંગ ગૃપો અને કોલેજના વિદ્યાર્થીઓ તથા 500 થી વધુ શહેરીજનો જોડાયા હતા.

જેમની પાસે સાયકલ ન હતી તેઓના માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 100 જેટલી સાયકલોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉપરોકત ચારેય ઉચ્ચ અધિકારીઓ તથા ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી મૃણાલ શુકલ, ચેમ્બરના ગૃપ ચેરમેન તથા સુરત મહાનગરપાલિકાના દંડક ધર્મેશ વાણિયાવાલા અને ચેમ્બરની સ્પોર્ટ્‌સ કમિટીના ચેરમેન અતુલ સોડીવાલા સહિતના મહાનુભાવોએ સાયકલોથોનને ફલેગ ઓફ કરાવ્યું હતું. શહેરીજનોએ વાય જંકશનથી ડુમસ અને ત્યાંથી ફરી વાય જંકશન સુધી સાયકલ પર ગ્રીન એન્ડ કલીન એન્વાયરમેન્ટ તથા સાયબર સુરક્ષા અને ડ્રગ્સ ફ્રી સુરતનો સંદેશો આપ્યો હતો.

રિપોર્ટર: તરૂણ હરસોરા, સુરત

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x