પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીના નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈમરાનખાન નાગોરી 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. એક નાગરિકે એસીબીને જાણ કરી કે અધિકારીઓએ તેમના મિત્રના પ્લોટ માટે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા પૈસા માંગ્યા હતા. એસીબીએ ટ્રેપ ગોઠવીને બંનેને લાંચ લેતા પકડી લીધા છે. એસીબીએ નાગરિકોને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા અને લાંચ માંગે તો તુરંત જ જાણ કરવા અપીલ કરી છે.
