EPFOએ UAN સક્રિય કરવાની અને બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા 15 માર્ચ 2025 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 15 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ હતી. UAN સક્રિય કરવાથી EPFOની ઓનલાઈન સેવાઓનો લાભ મળે છે, પીએફ ખાતાની માહિતી જોઈ શકાય છે, અને પીએફની રકમ ઉપાડી શકાય છે. UANને આધાર અને બેંક ખાતા સાથે લિંક કરવાથી ELI યોજનાનો લાભ મળે છે.
