વિશ્વના કલ્યાણ અને પ્રાણી ઓમાં સદભાવના એવી વિચારધારા વાળો કોઈ દેશ હોય તે ભારત દેશ છે પ્રાચીન સંસ્કૃતિ થી ભરેલો દેશ છે તેમાં પ્રાણીના કલ્યાણ માટે પણ કામ થાય છે તેઓ જ એક આજે કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ અરવલ્લી તેમજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ની સેવાકીય શાખા જાયન્ટ્સ મોડાસા દ્વારા સંયુક્ત નિશુલ્ક હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
પ્રાણી કલ્યાણ તેમજ જીવજંતુ ના કલ્યાણ અર્થે જાયન્ટ્સ મોડાસા પરિવાર તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ અરવલ્લી દ્વારા સંયુક્ત પ્રચાર થી આજે સરકારી પશુ દવાખાના મોડાસા ખાતે નિશુલ્ક હડકવા વિરોધી રસીકરણ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો તેમના પાલતુ પ્રાણીઓને કુતરા – બિલાડા ને રસી મુકાવી હડકવા વિરોધી રસીકરણ કેમ્પને સફળ બનાવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી સભ્ય સચિવ અને નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. વસંતભાઈ પરમાર મોડાસા તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડૉ.સુભાષભાઈ પટેલ ડૉ. નેહલભાઈ રાઠોડ પશુધન નિરીક્ષક ચેતનભાઇ પટેલ જૈમિનભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ દ્વારા હડકવા વિશે જાગૃતિ તેમજ રસીકરણ કેમ્પમાં સેવા પૂરી પાડી હતી સાથે સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રદીપ ખંભોળજા સહિયર પ્રમુખ અમિતા સોલંકી મંત્રી છાયા સોની જીવદયા ડાયરેક્ટર કલ્પેશ પંડ્યા મુકુંદ સોની તેમજ જાયન્ટ્સ મોડાસા ના સભ્યો હાજર રહ્યા હતા
