Sunday, June 8, 2025
spot_img
HomeInternationalબાઈડેન સરકારે પુતિનને મારવાનો પ્રયાસ કર્યો હતો, જાણો

બાઈડેન સરકારે પુતિનને મારવાનો પ્રયાસ કર્યો હતો, જાણો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું કાવતરૂં ઘડ્યું હોવાનો દાવો થતાં અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અમેરિકામાં ટ્રમ્પના હિમાયતી અને રાજકારણના પંડિત તથા લેખક ટકર કાર્લસને આ દાવો કર્યો છે. ફોક્સ ચેનલના પૂર્વ એન્કરે તેના ‘ધ ટકર કાર્લસન શો’ પોડકાસ્ટના એપિસોડમાં જણાવ્યું હતું કે, ‘બાઈડેન સરકારે પુતિનને મારવાનો પ્રયાસ કર્યો હતો.’ આ અંગે આશ્ચર્ય પામતાં આ એપિસોડના ગેસ્ટ અમેરિકન લેખક અને પત્રકાર મેટ તૈબીએ ફરી પૂછ્યું, “ખરેખર?” જેના પર કાર્લસન ફરી પોતાના દાવા પર ભાર મૂકતાં કહે છે, ‘હા, હા, તેમણે કર્યો હતો.’ જોકે, કાર્લસને આ દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x