Sunday, June 8, 2025
spot_img
HomeGujaratગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા..

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા..

હાલમાં ઠંડીના પ્રમાણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં અમુક દિવસોમાં વધારે ઠંડી અને અમુક સમયે ઓછી ઠંડી પડી રહી છે. આમ જોવા જઇએ તો ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે આગામી દિવસોના હવામાનને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમજ 30 જાન્યુઆરીથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જે બાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે. આ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x