Sunday, June 8, 2025
spot_img
HomeInternationalવડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં જઈ શકે છે અમેરિકા

વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં જઈ શકે છે અમેરિકા

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ ન મળવા બાબતે વિવાદ થયો હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ વડાપ્રધાન મોદીની યુએસ મુલાકાત અંગે માહિતી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની મુલાકાત લેશે.
PM મોદી સાથેની વાતચીત બાદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મામલે યુએસ પ્રમુખ ટ્રમ્પ એ મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રતિનિર્માણમાં ભારત સહકાર આપશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મામલે યોગ્ય પગલાં લેવાની તૈયારી ધરાવે છે. આ નિવેદન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ટેલિફોનિક ચર્ચા બાદ આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x