Sunday, June 8, 2025
spot_img
HomeNewsધી સીમનાની એજ્યુકેશન સોસાયટી મોડાસા ધ્વારા શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ

ધી સીમનાની એજ્યુકેશન સોસાયટી મોડાસા ધ્વારા શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ

ધી સીમનાની એજ્યુકેશન સોસાયટી મોડાસા ધ્વારા શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત સવારે 9.30 વાગ્યે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના ટ્રસ્ટી અને મખદુમ હાઇસ્કુલ ના ભૂતપૂર્વ શિક્ષક જનાબ હાજી ઐયુબઅલી સૈયદ તેમજ જનાબ હાજી અમીન ભાઇ મોરીવાલા ના મુબારક હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ઐયુબઅલી વાય.સૈયદ,સેક્રેટરી કાદરઅલી સૈયદ,ઉપપ્રમુખ ઉસ્માન ગની શેખ,ઉપપ્રમુખ મુસ્તાક હુસેન મલેક,મેનેજીંગ ટ્રસ્ટી ડો.મો.શફી સૈયદ,શિક્ષણસમિતિ ના ચેરમેન અલ્તાફહુસેન સૈયદ,ગુલામ નબી એ.સૈયદ,લિયાકત અલી સૈયદ,ગુલામ નબી વાય.સૈયદ,આંશિક અલી સૈયદ,વારીસ અલી સૈયદ,મુનીરભાઇ શેખ,મુનીર ભાઇ ખોખર,આબીદ અલી સૈયદ,જાકીરહુસેન કાજી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન જનાબ હાજી ઐયુબઅલી સૈયદ સાહેબે તેમના અભ્યાસકાળ દરમિયાન ની તાલીમનુ મહત્વ સમજાવતી 50 વર્ષ જુની નજમ *અય અહલે વતન જાનેવતન બનકે દિખાદો ,*
અબ ખાક કે જર્રો કો ભી ઇન્સાન બનાદો*
*ઇન્સાન વો હે ઇલ્મ કી જીસમે હો તજલ્લી*
*હેવા કો કભી ઇલ્મ મીલા હો તો બતાદો*
ગાઇ સંભળાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમજ શાળાનાં વિધ્યાર્થીઓએ
દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગે રંગી દીધા હતા.
સીમનાની શાળાના વિદ્યાર્થીઓ ને કબડ્ડી ચેમ્પિયન બન્યા તેમને ઇનામ હાજી ઐયુબ અલી વાય સૈયદ તરફ થી આપવામાં આવ્યા.બાળકો લિબૂચમચી.ફુગ્ગાફોડ.સંગીત ખુરશી જેવી રમતો રમી.જેમને જેમને ઐયુબ અલી સૈયદ.મલેક મુસ્તાક હુસેન.ગુલામનબી સૈયદ.અલ્તાફ હુસેન સૈયદ.મલેક મો.સાજીદ.મલેક તોફિક હુસેન ઘ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યા.સર્વ સીમનાની શાળા પરિવારના સભ્યો કર્મચારીઓ સાથ સહકાર આપ્યો અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x