ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર ગણાતા ઉત્તરાયણ પર્વની ગુજરાતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે અરવલ્લીના મોડાસામાં પણ વહેલી સવારથી પતંગ રસિકો ધાબા પર ચડીને પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવાનો આનંદ માણી રહ્યા હતા. પતંગ રસિકોના લપેટ લપેટ ના બૂમોથી ઉત્તરાયણ પર્વ જોરશોરથી ઉજવણી કરાઇ હતી.વહેલી સવારથી ઠંડી સાથે પવનની સ્થિરતા રહેતા પતંગ રસિકો પતંગ ચગાવીને આનંદ કરી રહ્યા હતા.ટેરેસ પર તલ પાપડી,મમરાના લાડુ,તલચીકી,બોરા અને શેરડી અને ઉંધીયું જલેબીની લીજજત માણી હતી
