જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ઝોન 1
*જાયન્ટ્સ મોડાસા પરિવારનુ વર્ષ 2024 દ્વારકા અધિવેશનમાં સેવાકીય પ્રવૃત્તિ ના વિવિધ છ એવોર્ડ દ્વારા સન્માન*
સેવા એ જ ધર્મ જરૂરિયાત મંદ વ્યક્તિઓની જરૂરિયાત પૂરી પાડવી અબોલ પ્રાણી મંદબુદ્ધિ દિવ્યાંગ વ્યક્તિ અને છેવાડા ના માનવીને સેવા પૂરી પાડવી એ જ સાચો ધર્મ અને એ જ સાચું કર્મ ને અનુસરી મોડાસા પંથકમાં સેવા પૂરી પાડતી સેવાકીય સંસ્થા એટલે જાયન્ટ્સ મોડાસા અને જાયન્ટ્સ મોડાસા સહિયર
વર્ષ 2024 દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા તેમજ આજુબાજુના ટ્રાયબલ વિસ્તારમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડા, ધાબળા, સગર્ભા સ્ત્રી – બાળકોને પોષણ આહાર, ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ, બ્લડ ડોનેશન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, ચશ્મા વિતરણ, દેહદાન, ચક્ષુદાન, ધાર્મિક – સામાજિક મેળાવડા પાણી, શરબત, છાશ, ફ્રુટ વિતરણ દિવ્યાંગ બાળકોને ટ્રાઈસિકલ, પર્યાવરણ ક્ષેત્રે વૃક્ષારોપણ, વૃક્ષ વિતરણ, સર્વ રોગ નિદાન કેમ્પ, શિક્ષણ ક્ષેત્રે શૈક્ષણિક કીટ વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિ શૈક્ષણિક પ્રવાસ,રાષ્ટ્રભાવના માટે રાષ્ટ્રીય કાર્યક્રમો, યોગ શિબિર, અબુલ પ્રાણી માટે ઘાસચારો, સારવાર કેમ્પ, પક્ષીઓ માટે પક્ષી ઘર, માળા,પાણીના કુંડા વિતરણ અસંખ્ય સેવાકીય પ્રવૃતિ વર્ષ દરમિયાન કરવામાં આવે છે
દ્વારકા ખાતે યોજાયેલ વર્ષ 2024 નું અધિવેશન માં જાયન્ટ્સ મોડાસા પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ મંત્રી મુકેશ સોની જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ મંત્રી છાયાબેન સોની તેમજ સમગ્ર ટીમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ બદલ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન તેમજ ઝોન -1 દ્વારા વિવિધ છ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન-1 ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર ડીસ્ટ્રીક ડાયરેક્ટર વનીતાબેન પટેલ, મીડિયા ડાયરેક્ટર વિનોદ ભાવસાર, ધર્મેન્દ્ર ત્રિવેદી તેમજ સમગ્ર ટીમ દ્વારકા ખાતે અધિવેશનમાં હાજર રહી એવોર્ડ સમારોહ માં સહભાગી થયા હતા તેમજ વર્ષ 2025 ના જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ તરીકે પ્રદીપભાઈ ખંભોળજા જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ અમિતાબેન સોલંકી ની અધિવેશનમાં ફાઉન્ડેશનના ટ્રસ્ટી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા
