ભિલોડાના ધબોલીયામાં ઘટક – ૪ ખિલોડા દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ હતી.શિલ્પાબેન ડામોરના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ યોજાયો હતો.ધંબોલિયા ગ્રુપ ગ્રામ પંચાયત ડે. સરપંચ ઈન્દ્રજીતસિંહ રાઠોડ, સ્થાનિક આગેવાનો, મેડિકલ ઓફિસર, શાળાના શિક્ષકો, સી.ડી.પીઓ ગાગ્રીબેન પટેલ, સુપરવાઈઝર નીમાબેન, કલાબેન, એન.એન.એમ – બ્લોક કોડીનેટર ભાવેશભાઈ, આઈ.સી.ડી.એસ તમામ સ્ટાફ પરિવાર, આંગણવાડી સ્ટાફ હાજર રહ્યો હતો.ટી.એચ.આર, મીલેટન્સમાંથી બનાવેલ વાનગીઓના એક થી ત્રણ નંબર આપીને વિજેતા પ્રમાણપત્રો સાથે ઈનામો આપી વિતરણ કર્યા હતા.લાભાર્થીઓને આઈ.સી.ડી.એસ દ્વારા મળતા લાભો, અનુભવો માટે જાણકારી આપવામાં આવી હતી.પોગ્રામ ઓફિસરના યોગ્ય માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ સફળતાપૂર્વક પરિપુર્ણ કર્યો હતો.
