વાસણા (અ) દૂધ ઉત્પાદક સહકારી મંડળીના રજત જયંતિ મહોત્સવ ૨૦૨૫ના અવસરે ગામમા ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ, જ્યાં મંડળીના ૨૫ વર્ષના પ્રગતિશીલ યાત્રાને ઉજવવામા આવી આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમા મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય લોકપ્રિય રમણલાલ વોરા, ચેરમેન શામળભાઈ પટેલ (અમુલ ફેડરેશન અને સાબરડેરી), મહેશભાઈ પટેલ (પ્રમુખ, પ્રસાર ભારતી, ગુજરાત અને પૂર્વ ચેરમેન સાબરડેરી), બાબુભાઈ પટેલ (રાષ્ટ્રીય મંત્રી, ભારતીય કિસાન સંઘ), જેઠાભાઈ પટેલ (પૂર્વ ચેરમેન, સાબરડેરી), તખતસિંહ હડિયોલ (પૂર્વ જિલ્લા પ્રમુખ, ભાજપા, સાબરકાંઠા), અશ્વિનભાઈ પટેલ (ચેરમેન, બાળ ગોપાલ બેંક, ગુજરાત), ભરતભાઈ પટેલ (પ્રમુખ, બાર ગોળ પાટીદાર સમાજ), વિજયભાઈ પટેલ (ચેરમેન, APMC વડાલી), રવિન્દ્રભાઈ બારોટ (જિલ્લા ઉપપ્રમુખ), ચેતનાબેન પરમાર (પ્રમુખ, તાલુકા પંચાયત વડાલી),અમૃતભાઈ પટેલ અને શામળભાઈ પટેલ (કિસાન સંઘના આગેવાનો)આ પ્રસંગે મંડળીની સફળતા માટે જેમને યોગદાન આપ્યુ છે એવા સૌ સભાસદો, દૂધ ઉત્પાદકો, ખેડુતો અને ગ્રામજનોની હાજરીમા મંડળી નુ કામ અને મેળવેલ સફળતાના કાર્યોને યાદ કરવામા આવ્યા અને મંડળીના ભવિષ્ય માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામા આવી આમ આ કાર્યક્રમ વાસણા ગામના લોકજીવનમા ઐતિહાસિક બન્યો.
