Monday, June 9, 2025
spot_img
HomeGujaratચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો

ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો

અમદાવાદ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે જોકે તેની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવવા જેવું નથી. ​​​​​​

​મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યાં રિપોર્ટ કરાવતા HMPV હોવાનું સામે આવ્યું હતું. બાળકની તબિયત હાલ સ્થિર છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા.

ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાઇરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. આ વાઇરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.

કર્ણાટકની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમણે તેમની લેબમાં સેમ્પલનું પરીક્ષણ કરાવ્યું નથી. રિપોર્ટ એક ખાનગી હોસ્પિટલમાંથી આવ્યો છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x