ધીમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા આયોજિત સ્વ.ડોક્ટર નવીનભાઈ સી. શેઠ સૂર સરગમ સંગીત સ્પર્ધા મોડાસા નગરનીશાળાઓઅનેકોલેજોનાવિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતીસ્પર્ધા કુલ ચાર વિભાગોમાં વહેંચવામાં આવી હતી. જેમાં 50 ઉપરાંત વિદ્યાર્થીઓ અને 30 શાળાઓએ ભાગ લીધો હતો. જ્યારે 18 કોલેજો અને તેના 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધા ના અધ્યક્ષ તરીકે મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના ઉપપ્રમુખ મહેન્દ્ર મામા તથા માનદ મંત્રી જયેશભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. એમએસસી આઈટી કોલેજના આચાર્ય અર્પિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન કેમ્પસ કોઓર્ડીનેટર ડોક્ટર સંતોષ દેવકરે કર્યું હતું.બી એડ કોલેજના મુખ્ય એકાઉન્ટન્ટ મહેશભાઈ પ્રજાપતિએ વહીવટી કામગીરીમાં સહયોગ કર્યો હતો.
મંડળના પ્રમુખ નવીનભાઈ મોદી તથા ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ એ શુભેચ્છાઓ પાઠવી હતી.સ્પર્ધા નું પરિણામ નીચે મુજબ રહ્યું હતું.
વિભાગ એ માં પ્રથમ પટેલ પાનમ કલરવ કિશોર વિકાસ કેન્દ્ર બીજા ક્રમે પરમાર લીઝા સી જી બુટાલા વિદ્યાલય અને ત્રીજા ક્રમે સોની આરવ શ્રીરામભાઈ બી કનાઈ સ્કૂલ, મોડાસા
વિભાગ બી માં પ્રથમ ક્રમાંકે ભોઈ મૈત્રી અમિતકુમાર એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય બીજા ક્રમે પટેલ રિદ્ધિ શૈલેષભાઈ એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય ત્રીજા ક્રમે મકવાણા ઇલમ જગદીશભાઈ કે એન શાહ મોડાસા હાઇસ્કુલ રહ્યા હતા.
વિભાગ સી કોલેજ વિભાગમાં પ્રથમ ક્રમે પુરોહિત નિધિ લાટીવાળા સાયન્સ કોલેજ, બીજા ક્રમે ભાવસાર પાર્થ એચ એસ શાહ કોલેજ ઓફ કોમર્સ અને ત્રીજા ક્રમે વણકર મિત્તલ લાટીવાળા ડી.એલ.એડ. કોલેજ મોડાસા રહ્યા હતા.
નિર્ણાયક તરીકે જાણીતા ગાયક હિમાંશુ ભાવસાર તથા સંગીતાચાર્ય પ્રદીપભાઈ ખંભોળજા એ સેવાઓ આપી હતી.
