શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસાના ખલિકપૂરમાં આવેલ પ્રતિષ્ઠિત પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રથમ વાર્ષિક સ્પોર્ટ્સ ડે આસિસ્ટન્ટ પોલીસ વડા સંજય કેશવાલા અને અરવલ્લી જિલ્લા રમત ગમત અધિકારી પ્રકાશ કલાસવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને અને બહાર લાવવા અને શિક્ષણની સાથે વ્યક્તિગત વિકાસમાંવિદ્યાર્થીઓમાંરહેલોડર,શરમ,સંકોચ દૂર કરવાના હેતુથી પોદ્દાર સ્કુલ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ડે માં 200 થી વધુ વિધાર્થીઓએ 19 જેટલી વિવિધ રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ રહીને પોતાની રહેલીરમત ગમત પ્રત્યેની પ્રતિભા અને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. 19 રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેંન્ટો અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મશાલ રેલી, પિરામિડ અને સ્કૂલ ‘સ્પોર્ટ ડે સોંગ’ ની જુસ્સાભેર રજૂઆત થતાં જ વાતાવરણ રમતગમતના રંગે રંગાઈ ગયું હતું.સ્પોર્ટ્સ ડે માં વિધાર્થીઓના વાલીઓ દ્વારા રસ્સા ખેંચ રમત આયોજન કરાયું હતું. વિધાર્થીઓના વાલીઓએ મોડાસામાં ખલીકપુરમાં આવેલ પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકનો શિક્ષણની સાથે સતત વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતા પોદ્દાર એજ્યુકેશન નેટવર્કની 150 CBSC પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કુલો સંચાલિત છે.જેમાં શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરમાં પણ ઉચ્ચ ગુણવતા સભર શિક્ષણ અને અનુભવી શિક્ષકોની ટીમ સાથેની પોદ્દાર સ્કુલ મોડાસાના ખલિકપુરમાં ખૂબ જ ઓછા સમયમાં ઉચ્ચ સફળતા હાંસલ કરી છે.ત્યારે પોદ્દાર સ્કુલના મેદાનમાં આયોજીત સ્પોર્ટ્સ ડે માં 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ રમતો જેવી કે દોડ,લીંબુ ચમચી કોથળાદોડ, પાટલા બેલેન્સ, ઊંચી કુદ જેવી 19 રમતો રમાડીને શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વના ગુણો શીખવવા ની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સ્પોર્ટસ ડે સહિત ડાન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં અવ્વલ રહેનાર વિદ્યાર્થીઓને રમત ગમત અધિકારી પ્રકાશ કલાસવા અને પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસાના પ્રિન્સીપાલ ડૉ રાકેશ રંજન દ્વારા મેડલ પહેરાવીને અને ઇનામો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વાર્ષિક સ્પોર્ટ્સ ડે નું મોડાસા પોદ્દાર સ્કુલના આચાર્ય ડો.રાકેશ રંજન ના માર્ગદર્શન હેઠળએડમિનિસ્ટ્રેટિવ ઓફિસર રજનીકાંત ભાટિયા, પોદ્દાર પ્રીના સેજલ શાહ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે સફળ સંચાલન કરીને મોડાસા તેમજઅરવલ્લીના વાલીઓને પોતાના બાળકના ઉચ્ચ શિક્ષણ માટે એડમીશન કરવા અપીલ કરી હતી.
