Tuesday, June 10, 2025
spot_img
HomeNewsજિલ્લામાં દિવ્યાંગ બાળકો માટે તાલીમ શિબિર યોજાઈ

જિલ્લામાં દિવ્યાંગ બાળકો માટે તાલીમ શિબિર યોજાઈ

અરવલ્લી જિલ્લા ખાતે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ક્લસ્ટર કક્ષાએ ફરજ નિભાવતા સ્પેશિયલ એજ્યુકેટર માટે યુનિસેફ અને સમગ્ર શિક્ષા ના સંયુક્ત ઉપક્રમે ઇનક્લુઝિવ એજ્યુકેશન ઈનિશેટિવ મોડ્યુલ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકામાંથી 60 જેટલા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માં ફરજ નિભાવતા કર્મચારીઓ માટે દિવ્યાંગ બાળકોના શિક્ષણ પ્રશિક્ષણ અને સમાવેશી શિક્ષણ દિવ્યાંગ બાળકોનું સ્વીકાર સ્પેશિયલ એજ્યુકેટર અને સામાન્ય શિક્ષક વચ્ચે સેતુ રૂપ કામગીરી માં વધારો થાય જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં સામાન્ય શિક્ષક દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્વીકૃતિ સાથે શિક્ષણ કાર્ય પૂરું કરે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને તમામ લાભો પહોંચાડે તે માટેના તમામ ડોમેનની એન્ટ્રી પૂર્ણ કરે અલગ અલગ એપ્લિકેશનનો યોગ્ય ઉપયોગ કરે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુથી વધુ બળવત્તર બને અને સંવેદન શિક્ષણ ગુણવત્તા સભર બને આ બાબતની તાલીમ ડાયટ ભવન મોડાસા ખાતે જિલ્લા કક્ષા ની એમ.ટી.તાલીમ શિબિર યોજાઈ રાજ્યકક્ષાના રાજ્યના વડા અર્ચના મેડમ જનરલ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડાયટ ના પ્રાચાર્ય આ તાલીમમાં ઉપસ્થિત રહ્યા અને દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણને સરળતાથી દિવ્યાંગ બાળકના ઉપયોગમાં લાવી શકાય તે માટેના પ્રયાસો થયા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x