અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અશોકકુમાર ગૌરીશંકર સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ પાંચ દિવસીય આયોજિત ભવ્યાતિભવ્ય અતિરુદ્ર મહા યજ્ઞમાં ઓરિસ્સા,નાસિક અને ગૂજરાતના 175 બ્રાહ્મણ પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની ઉપાસના કરવા માટે 11 મહારૂદ્ર યજ્ઞ, 121 લધુરૂદ્ર યજ્ઞ સમાન 1અતિરૂદ્ર મહાયજ્ઞ નું વિશેષ મહ્ત્વ રહેલું હોવાથી અતિરૂદ્ર મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન
મોડાસાના મેઘરજ રોડ પર કરવામાં આવ્યું છે .અતિરૂદ્ર મહા યજ્ઞની પ્રદક્ષિણા અને દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી રહ્યા હતા.અતિરુદ્ર મહાયજ્ઞ એટલે ‘જીવ થી શિવ’ તરફ જવાનો માર્ગ :પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું ખૂબ જ મહત્વ રહેલું છે જેમાં અતિ રુદ્ર મહાયજ્ઞ એ ભગવાન શિવને પ્રસન્ન કરવા અને પ્રાર્થના કરવા માટે હિન્દુ ધાર્મિક વિધિ છે, જેનું વૈદિક સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે. આ ખાસ કરીને ભગવાન શિવને સમર્પિત છે અને સમગ્ર સમૃદ્ધિ, આધ્યાત્મિક વિકાસ અને નકારાત્મક શક્તિઓના શુદ્ધિકરણ માટે તેમજ ધર્મ ,આરોગ્ય, સંપતિ અને સામાજિક કલ્યાણ માટે કરવામાં આવે છે.મોડાસામાં સૌપ્રથમ આયોજિત અતિરૂદ્ર મહાયજ્ઞમાં ઋષિ કાળમાં જે રીતે મંડપનો ઉપયોગ કરવામાં આવતો હતો તેવો જ મંડપ ઉભો કરવામાં આવ્યો છે.જેમાં અતિરુદ્ર મહા યજ્ઞના મુખ્ય યજમાનરૂપે અશોકકુમાર જોષીના પરિવારે અલગ મંડપમાં પૂજા અર્ચના અને આહુતિ આપીને ધન્યતા અનુભવી રહ્યા હતા.

મોડાસામાં આયોજિત 1 કરોડ રૂપિયાના ખર્ચે અતિરુદ્ર મહાયજ્ઞ કરવાના ધાર્મિક વિચારો ધરાવતા મૂળ માલપુરના વતની અને મોડાસા સ્થાયી અશોકકુમાર ગૌરીશંકર જોશીના પરિવારે ભવ્યાતિભવ્ય આયોજન કર્યું છે જેમાં આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમારે અતિરુદ્ર મહાયજ્ઞ વિશે વિગતે જણાવ્યું હતું કે ભગવાન શિવની આરાધનામાં શુક્લ યજુર્વેદમાંથી લેવામાં આવેલ રુદ્રાષ્ટાધ્યાયીનું મહત્વ પ્રમુખ માનવામાં આવે છે.સમગ્ર રુદ્રાષ્ટાધ્યાયીમાં પાંચમા અધ્યાયનું અગિયાર વખત પઠન થાય તો એક અભિષેક કહેવાય છે.આ પ્રમાણે એક અભિષેક પાઠમાં 121 વાર પંચમ અધ્યાયના આવર્તન થાય તો તેને એક લઘુરુદ્ર કહેવાય છે એટલે કે 11 અભિષેક બરાબર એક લઘુરુદ્ર ગણાય છે.આ પ્રમાણે 11 લઘુરુદ્ર બરાબર એક મહારુદ્ર ગણાય છે અને 11 મહા રુદ્ર બરાબર એક અતીરૂદ્ર ગણાય છે એટલે કે એક અતીરૂદ્ર મહાયજ્ઞમાં પાંચમા અધ્યાય રૂદ્ર સુક્તના 14641 આવર્તન થાય છે.ત્યારે આયોજિત અતીરૂદ્ર મહાયજ્ઞમાં પંચમ અધ્યાયની ઋચાઓના સ્વાહાકારે પઠણ સહિત યજ્ઞ કુંડમાં હોમ દ્રવ્યોના હોમ દ્વારા હોમાત્મક રીતે 175 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી રહ્યો છે.