ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસ ના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિશુલ્ક ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 થી વધુ પત્રકારોએ લાભ લીધો હતો જ્યારે જોવા જઈએ તો ગુજરાત સરકાર પણ હવે આ દેશના ચોથા સ્તંભ ગણાતા એવા પત્રકારો કે જે રાત દિવસ જોયા વગર સરકારના કામોને અથવા તો લોકહિતના કામો હોય તેવા કામોને ન્યાય અપાવવા માટે દોડાદોડ કરતા હોય છે ત્યારે આવા પત્રકારોની અમદની આવક ઓછી હોય છે તો તેવા પત્રકારોને કોઈ તકલીફ પડે તો તેનું કોણ ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ બંને આવીને પત્રકારોની સાર સંભાળ લીધી તે બદલ પત્રકારોએ સરકાર તથા ઇન્ડિયન રેડ કોર્સ નો આભાર માન્યો હતો. ત્યારે બીજી તરફ આ પત્રકારોને પ્રમોટ કરવા માટે ગુજરાત સરકાર અરવલ્લી જિલ્લાના અધિક કલેક્ટર જશવંત જેગોડા તથા માહિતી ખાતાના નિધીબેન જયસવાલ તથા વિઠ્ઠલ દાદા તથા ઇન્ડિયન રેડક્રોસના પ્રમુખ ભરતભાઈ પરમાર અને પત્રકારના પ્રમુખ ભરત કડિયા મંચ ઉપર બેસી પત્રકારોને તથા ઇન્ડિયન રેડક્રોશને સરકારમાંથી વધુ પડતી સુવિધાઓ મળે અને પત્રકાર કઈ રીતે આગળ વધે તેના માટેનું અવલોકન કર્યું હતું જ્યારે ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા મંચ ઉપર બેસેલ મહાનુભાવોનું ફૂલછડી અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પત્રકારોએ આ બધાને વધાવી લીધા હતા અને સરકાર દ્વારા આવા કાર્યક્રમો પત્રકારો માટે કરવામાં આવે તેવી રજૂઆત અરવલ્લી અધિકારી ને કરવામાં આવી હતી
