Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસામાં ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનનો સ્નેહ મિલન યોજાયો

મોડાસામાં ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનનો સ્નેહ મિલન યોજાયો

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઈલેક્ટ્રીક તથા ઇલેક્ટ્રોનિક્સ નો સામાન્ વેચતા વેપારીઓનું એસોસિયન 1974 થી કાર્યરત છે તેમાં હિન્દુ મુસ્લિમ બધા વેપારીઓ સાથે મળી ને રહે છે અને આ વખતે દર વર્ષે જેમ દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આ એસોસીએશનમાં રહેલા 65 વર્ષથી ઉપરના વય વૃદ્ધ વેપારીઓનું સાલ ઓઢાડી સીલ્ડ અને બુકેછડી થી સન્માન કર્યું હતુ અને આ વેપારીઓના દીકરા દીકરી સ્કૂલ અથવા કોલેજોમાં સારા ટકા લાવ્યા હોય તેમના પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સિનિયર સિટીઝનો તથા બાળકોના અવનવી રમતો રમાડી ને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમના વ્યક્તિ અથવા બાળકોને ઈનામ આપી સૌના દિલ જીતી લીધા હતા ત્યારે આ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મહેતા, તથા મંત્રી નટુભાઈ પટેલ,જયેશભાઈ દોશી ભરતભાઈ મહેશ્વરી તથા સલીમભાઈ દાદુ અને તેમના કારોબારી સાથી મિત્રો અને એસોસિયન સભ્યોએ હર્ષ ઉલ્લાસથી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x