સાયબર ક્રાઇમ ને લગતા પ્રશ્નો ને લઈ ને મોડાસા નાં અલગ અલગ વિસ્તારો જેવા કે કસ્બા વિસ્તાર, ભાગોળ ચોક,અને ફૈઝાન કોમ્પલેક્ષ વિસ્તાર માં મોડાસા સાયબર ક્રાઇમ નાં *પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.આઇ.ચાવડા (સાયબર ક્રાઇમ,અરવલ્લી)* નાં અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં સાયબર ક્રાઇમ વિભાગ માં થી *વાયરલેસ PSI વી.વી.ચૌધરી તેમજ PSI બી.કે.વાઘેલા હાજર રહ્યા.કઈ રીતે સાયબર ક્રાઇમ થી બચી શકાય, સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે? તે બાબતે ખૂબ જ વિસ્તૃત ચર્ચા ઓ કરવામાં આવી અને તેને અટકાવવા આપણે શું કરી શકીએ તે માહિતી આપવામાં આવી.ચાવડા અને તેમની ટીમ દ્વારા નાનામાં નાની બાબતે પબ્લિક જાગૃત થાય તે બાબતે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી.જ્યારે જરૂર પડે ત્યારે *1930* પર કોલ કરી ફરિયાદ જરૂર કરવી અને વિના સંકોચે ઓફીસ આવી ફરિયાદ કરવા સૂચન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં *નિઃશુલ્ક માર્ગદર્શન ની ટીમ હારીશ ભાઈ ખાનજી ,શબ્બીર ભાઈ બાયડીયા તથા એમ . ડી. ફાઉન્ડેશન વતી ડૉ.મો.હનીફ દાદુ દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી અને કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ અલ્ફેજ ભાઈ પણ હાજર રહ્યા કાર્યક્રમ બદલ *નિઃશુલ્ક માર્ગદર્શન ટીમ અને ડૉ.મો.હનીફ દાદુ દ્વારા તથા કોર્પોરેટર લાલાભાઈ દ્વારા ચાવડા અને તેમની ટીમ નો આભાર માન્યો.*
આવા કાર્યક્રમ સતત થાય અને મોટા પાયે થાય તેવું *રોડ ટ્રાન્સપોર્ટ સોસાયટી નાં પ્રમુખ સાજીદ ખાનજી ઉપપ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ,* તથા તમામ હાજર વ્યક્તિઓ દ્વારા માંગ કરવામાં આવી.
