મોડાસા ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા સનાતન ધર્મ શાસ્ત્રો મુજબ દામોદર માસનું ધાર્મિક મહત્વ સમજાવવા દામોદરદાસ માસની કથા અને કીર્તન દીપદાન. ભક્તોના ઘરે ઘરે જઈ ભક્તો દ્વારા કરવામાં આવે છે દામોદર મહિનામાં ભગવાનને દીપદાન કરવાનું કીર્તન કરવાનું અનેરુ મહત્વ છે આ મહિનામાં જે પણ ભક્તિ કરે તેનું ફળ ડબલ મળતું હોય છે મહિનાના સાતમા દિવસે યમુના નગર સોસાયટીમાં ભક્ત ના ઘરે દેવરાજ ધામના મહંત ધનેશ્વર ગીરી મહારાજ .ઇસ્કોન મોડાસાના મનુભીસ્ટમદાસ. અનિલ પ્રભુ જીવદયા પ્રેમી નિલેશ જોષી. ભરત પરમાર સહિત મોટા પ્રમાણમાં ભક્તોએ દીપદાન. કીર્તન .દામોદરકથા ના રસપાન નો લાભ લીધો હતો દેવરાજ ધામ મહંત ધનેશ્વર ગિરિજીએ ભગવાન કૃષ્ણ દેશ વિદેશમાં પણ પૂજાય છે કૃષ્ણ વિવિધ પંથો દ્વારા જુદા જુદા સ્વરૂપે પૂજાય છે કણ કણમાં ભગવાન છે એવું તેમને જણાવ્યું હતું