Monday, June 9, 2025
spot_img
HomeBusinessઅમેરિકામાં વ્યાજ દર ઘટવાની શકયતાથી બિટકોઈન ફરી 71000 ડોલરને પાર

અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શકયતાથી બિટકોઈન ફરી 71000 ડોલરને પાર

– બિટકોઈન સ્પોટ ઈટીએફમાં જંગી ઈન્ફલોની અસર

Updated: Jun 6th, 2024

અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શકયતાથી બિટકોઈન ફરી 71000 ડોલરને પાર

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા વધી જતા છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટોકરન્સીસમાં તેજી જોવા મળી હતી. બિટકોઈને ફરી ૭૧૦૦૦ ડોલરની સપાટી કુદાવી હતી.

એપ્રિલમાં અમેરિકામાં  જોબ ઓપનિંગના આંક  અપેક્ષા કરતા ઘટીને ત્રણ વર્ષ કરતા વધુની નીચી સપાટીએ રહ્યો હતો, જેને પરિણામે વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધી ગઈ છે. આ ઉપરાંત બિટકોઈન સ્પોટ ઈટીએફસમાં ૮૮ કરોડ ડોલરનો ઈન્ફલોસ આવતા બિટકોઈનને ટેકો મળ્યો હતો. 

માર્ચ બાદ મંગળવાર ઈન્ફલોસની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ દિવસ રહ્યો હતો. જાન્યુઆરીમાં લોન્ચ થયેલા ૧૧ બિટકોઈન ઈટીએફસમાં મંગળવારે આવેલા ૮૮ કરોડ ડોલરના ઈન્ફલોસ અત્યારસુધીનો બીજો મોટો ઈન્ફલોસ છે. 

બિટકોઈન ઈટીએફસમાં અત્યારસુધીમાં કુલ ૧૫ અબજ ડોલરથી વધુનો ઈન્ફલોસ જોવા મળ્યોછે.  એથરમ ઈટીએફસને મંજુરી મળ્યા બાદ ઈટીએફસમાં પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું ક્રિપ્ટોસ બજાર પર નજર રાખતા એક ખેલાડીએ જણાવ્યું હતું. 

બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૦૦ ડોલરથી વધુ વધી મોડી સાંજે ૭૧૦૨૭ ડોલર બોલાતો હતો. અન્ય મુખ્ય ક્રિપ્ટો એથરમનો ભાવ પણ ૩૮૦૦ ડોલરને પાર કરી ગયો હતો. 

આ ઉછાળાને પરિણામે ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ૨.૬૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. અમેરિકામાં જોબ ઓપનિંગના ડેટા બજારની તરફેણ કરતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x