ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલ રાજપૂત ના માર્ગદર્શન હેઠળ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 10 ઓક્ટોમ્બર 2024 નિમિતે અરવલ્લી જિલ્લા ના મોડાસા શહેર માં ધ્યાન અને યોગ શિબિર યોજવામાં આવી. યોગ શિબિર માં ધ્યાન અને યોગ થી માનસિક સ્વાસ્થ્ય કંઈ રીતે સ્વસ્થ રાખી શકાય તથા યોગ નું મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે યોગ દ્વારા વ્યસન છોડી શકાય છે તેની માહિતી આપવામાં આવી.યોગ શિબિર માં મોડાસા નગર પાલિકા ઉપપ્રમુખ રોહિત ભાઇ પટેલ,કચ્છ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ શ્રી જગદીશ ભાઈ પટેલ,મેઘરજ પી.સી.એન. હાઈ સ્કુલ ના નિવૃત આચાર્ય શ્રી જયંતિ ભાઈ પ્રિયદર્શી,જીવદયા પ્રેમી નિલેશભાઈ જોષી,ચંદુ ભાઈ પટેલ,યોગ કોચ રાજેશભાઈ પટેલ,અરવલ્લી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા હાજર રહ્યા હતા.
