Tuesday, July 8, 2025
spot_img
HomeNewsઆનંદપુરા કંપામાં નવરાત્રી પર્વે આકર્ષક વેશભૂષાનો કાર્યક્રમ

આનંદપુરા કંપામાં નવરાત્રી પર્વે આકર્ષક વેશભૂષાનો કાર્યક્રમ

સમગ્ર ગુજરાતમાં માતાજીની નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે માતાજીનું આજે સાતમું નોરતું છે અને આ નોરતે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપા માં કચ્છથી આવીને વસેલા કચ્છી પટેલો જે તેમના ત્યાં નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા હોય છે જેમાં આજરોજ વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં અવનવી ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં કોઈ શંકર પાર્વતી અને નંદીના રૂપધર્યા હતા તો કોઈકે મંજુલિકા નું રૂપ બતાવ્યું હતું તો કોઈ વામન અવતાર તો કોઈ કે અંબે માતાનું રૂપ આ રીતે દરેક નાના મોટા ભૂલકાઓ સ્ત્રીઓ દરેકે ભાગ લઈ અલગ અલગ ગ્રુપમાં પોતાની ઝાંખીઓ રજૂ કરી હતી જેમાં નિર્ણાયકો પણ મૂંઝવણમાં પડી જાય કે નંબર કોને આપવો તેવા પરફોર્મ જ કરવામાં આવ્યા હતા તો આજરોજ આ સાતમા નવરાત્રી વેશભૂષા નો કાર્યક્રમ કરી આનંદપૂરા અને લોકોએ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી આ રીતે નવરાત્રીનો પર્વની ગામ ધુમતી ઉજવણી કરે છે
અરવલ્લી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x