નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના કડાણા વિભાગ ન.1 દીવડા કોલોની હસ્તકના કડાણા વિશ્રામગૃહ લોકાર્પણ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને કડાણા ખાતે કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરે નવરાત્રી પર્વની શુંભકામના આપતા જણાવ્યું હતું કે, અત્યાધુનિક વિશ્રામગૃહ થકી ઉત્તમ સુવિધાઓ લોકોને મળી રહેશે. કડાણા ડેમ રાજ્યનોત્રીજો સૌથી મોટો ડેમ છે અને આ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. ત્યારે આ વિસ્તારની મુલાકાતે આવતા મહાનુભાવો અધિકારીઓ અને સહેલાણીઓ માટે રૂ. 401.96 લાખના ખર્ચે તૈયાર થયેલ આ વિશ્રામગૃહ સુવિધાજનક અને ઉપયોગી બનશે.આવનાર સમયમાં જિલ્લામાં પ્રવાસનમાં વધારો થાયતે માટે પ્રયત્નો કરવામાં આવશે.મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે વિશ્રામગૃહની રિબિન કાપી નિરીક્ષણ કર્યું હતું અને મહાનુભાઓએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.કડાણા ખાતે અંદાજિત 401.96 લાખના ખર્ચે નિર્માણ પામેલ વિશ્રામગૃહમા ડાઇનિંગ હોલ, વી આઇ પી ડાઇનિંગ હોલ, 04 વી વી આઈ પી રૂમ, કિચન, વેઇટિંગ લોન્જ, ટોયલેટ બ્લોક પેસેજ, ફર્નિચર, કોન્ફરન્સ હોલ જેવી સુવિધાઓથી ઉત્તમ સગવડ મળશે.