મોડાસામાં આવેલી શ્રી મ.લા ગાંધી કોલેજ કેમ્પસ માં આવેલી લો કોલેજ, એમ.એડ કોલેજ, બીસીએ અને બી.બી.એ કોલેજ, એમ.એસ.ડબ્લ્યુ કોલેજ, ડીગ્રી ફાર્મસી કોલેજ, એમ.એસ.સી આઈ ટી કોલેજ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા તમામ કોલેજ ના આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓ પણ ગરબા ના તાલે જુમ્યા હતા. ગરબા ના અંતે શ્રેષ્ઠ ખેલૈયાને એવોર્ડ મંડળ ના સેક્રેટરી શ્રી એ.જે.મોદી સાહેબ દ્વારા આપવામાં આવ્યા હતા. ગરબા ના અંતે તમામ વિધાર્થીઓએ જય અંબે ના ઘોષ થી આ અભૂતપૂર્વ કાર્યક્રમ ના આયોજન ને વધાવ્યો હતો.
