*400 વર્ષ પુરાણા મહુડાના ઝાડ નીચે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ડો. ગોવિંદસિંહ મીનામા – આદિવાસી આશ્રમ શાળા – નવા ભેટાલીમાં લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને ગાંધી જયંતીની ઉજવણી યોજાઈ* ભિલોડા તાલુકાના ભેટાલીમાં ડોક્ટર ગોવિંદસિંહ મીનામા, આદિવાસી આશ્રમ શાળામાં સાબરકાંઠા – અરવલ્લી ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ૮૬ વર્ષના ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, નિયામક ડોક્ટર સિધ્ધરાજભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે આશ્રમશાળાના બાળકો સાથે જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવી હતી. જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત દ્વારા બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા ટ્રેનીંગ કમિશનર વૈશાલીબેન પટેલ, જિલ્લા રેંજર કમિશનર સોનલબેન ડામોર, જિલ્લા ટ્રેનિંગ સ્કાઉટ કમિશનર વિષ્ણુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની તૈયારી અને સંચાલન રાજ્ય પ્રતિનિધિ અને આચાર્ય કૈલાસબેન બરંડા એ કર્યું હતું.વ્યવસ્થા દક્ષાબેન પાંડવે કરી હતી. આગામી વન ભ્રમણ કાર્યક્રમ માટે ચર્ચા વિચારણા કરી આયોજન માટે કૈલાસબેન બરંડાને જવાબદારી સોંપવામાં આવી હતી.
