સત્ય, અહિંસા, સ્વચ્છતા, વ્યસન મુક્તિ, રાષ્ટ્રપ્રેમ ના પ્રણેતા-પૂ.ગાંધીજી
2 ઓક્ટોબર આપણા રાષ્ટ્રના બે મહાન વ્યક્તિઓ મહાત્મા પૂજ્ય ગાંધીબાપુ અને આપણા રાષ્ટ્રના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આમ બંનેની જન્મ જયંતી બીજી ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે પૂજ્ય ગાંધીબાપુ ના નજીકના મિત્ર મહાદેવભાઇ દ્વારા પૂજ્ય બાપુના અસ્થિ મોડાસા નજીક બાકરોલ ગામના પાદરે મેશ્વો અને ઝુમર નદીના સંગમ સ્થાને પૂજ્ય બાપુના અસ્થિ વિસર્જન કર્યા હતા ત્યારથી આ ગામને મહાદેવગ્રામ ના નામે પણ ઓળખવામાં આવે છે
પૂર્વ સાંસદ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ ના અથાગ પ્રયત્નોથી આ જગ્યા માટે ગ્રાન્ડ મંજૂર કરાવી પૂજ્ય બાપુની દિલ્હી ખાતે રાજઘાટ જેવો જ અહીંયા મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે મીની રાજઘાટ બનાવવામાં આવ્યો ત્યારથી બીજી ઓક્ટોબર અને 30 જાન્યુઆરીના રોજ પૂર્વ સાંસદ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને ગાંધી વંદના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાતો રહ્યો છે
આજે ગાંધી વંદના કાર્યક્રમની શરૂઆતમાં બાકરોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા બાપુનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ગાવામાં આવ્યું ત્યારબાદ બાળકો દ્વારા ગાંધીજીના પ્રિય ત્રણ વાંદરા વિશે નાટક રજૂ કરી સંદેશો આપવામાં આવ્યો આજે ગાંધી વંદના કાર્યક્રમ નિમિત્તે પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ પૂર્વે વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી સંસ્થાના વડાઓ દ્વારા પૂજ્ય બાપુના વિચારધારા વિશેની વાતો રજૂ કરી સાથે તેમાં સત્ય, અહિંસા, સ્વચ્છતા, પર્યાવરણ,વ્યસનમુક્તિ,યોગ, અને રાષ્ટ્રપ્રેમ,વિશેની શાળા કોલેજ અને ના બાળકોને બાપુના વિચારોની માહિતી આપવામાં આવી
આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, દેવરાજ ધામ ગુરુગાદી મહંત શ્રી ધનગીરી મહારાજ મોડાસા ના મામલતદાર શ્રી જીવ દયા પ્રેમી નિલેશ જોશી બાકરોલ પંચાયત સરપંચ શ્રી પંકજસિંહ રાઠોડ, ઇસ્કોન મંદિર મનુપ્રભુ ચેતન્ય ભટ્ટ, જાયન્ટ્સ મોડાસા ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર, મોડાસા લૉ કોલેજન ના પ્રોફેસર અશોક શ્રોફ અને લૉ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો સ્વદેશી જાગરણ મંચ, સર્વ શિક્ષા અભિયાન મિશન કો-ઓર્ડીનેટર અમિત કવિ ,રોટરી ક્લબ ઓફ મોડાસા પ્રમુખ એમ કે પટેલ, ક્રિષ્ના નર્સિંગ કોલેજ મોડાસાના વિદ્યાર્થીનીઓ ગામના વડીલ મહાનુભાવો ગ્રામજનો, મોડાસા સંગીત સમ્રાટ પ્રદીપ ખંભોળજા, પત્રકાર વિનોદ ભાવસાર, નેલ્વી ઇન્ડસ્ટ્રીઝ કલ્પેશ પંડ્યા નાથાવાસ શાળાના આચાર્ય ધર્મેન્દ્ર ત્રિવેદી, સુરેન્દ્રસિંહ રાઠોડ,બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન શિક્ષક મિત્રો વિદ્યાર્થી બાળકો સર્વે હાજર રહી પૂજ્ય બાપુની મીની રાજઘાટ ખાતે પુષ્પાંજલિ અર્પી ગાંધી વંદના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
