Monday, June 9, 2025
spot_img
HomeNewsહેરી પોટર ફિલ્મ ની અભિનેત્રી નું 89 વર્ષે નિધન

હેરી પોટર ફિલ્મ ની અભિનેત્રી નું 89 વર્ષે નિધન

ઓસ્કાર વિજેતા હોલિવુડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું 89 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. અભિનેત્રી તરીકે 70 વર્ષ લાંબી કારકિર્દીમાં સ્ટેજ અને સ્ક્રીન પર તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ઓથેલોમાં લોરેન્સ ઓલિવિયર સાથે અભિનયથી લઈને હેરી પોટર અને ડાઉનટન એબી સુધીની ફિલ્મોમાં દર્શકોનું મનોરંજન કર્યું છે. મેગી સ્મિથે 1969ની ફિલ્મ ‘ધ પ્રાઈમ ઓફ મિસ જીન બ્રોડી’ માટે ઓસ્કર એવોર્ડ પણ જીત્યો હતો.મેગી સિસ્મિથના બે પુત્રોએ તેમના મૃત્યુની જાણકારી આપી હતી. ક્રિસ લેર્કિંગ અને ટોબી સ્ટિક્સે જણાવ્યું કે, મેગી સ્મિથે લંડનની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. સ્મિથનો જન્મ 1934માં પૂર્વ લંડનના ઉપનગર ઈલફોર્ડમાં થયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x