અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર, ચેરમેન શ્રી યોગસેવક શિશપાલ રાજપુત સાહેબના માર્ગદર્શન હેઠળ આપના લોક લાડીલા ગુજરાતના પનોતા પુત્ર યોગને વિશ્વ ફલક પર રજૂ કરનાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના 74 માં જન્મદિન નિમિત્તે *યજ્ઞ અને યોગ* સાથે અરવલ્લી જિલ્લા માં ભવ્ય ઉજવણી કરવામાં આવી. તેમના દીર્ઘ આયુષ્ય માટે યોગ યજ્ઞનું કે.પી હોસ્ટેલ, યોગ કોચ રાજેશભાઇ પટેલ નો યોગ વર્ગ ખાતે આયોજન કરવામાં આવ્યું મુખ્ય અતિથિ પ્રમુખશ્રી નીરજભાઈ શેઠ, નગરપાલિકા મોડાસા, પ્રોફેસર વસંતભાઈ શાહ યોગાચાર્ય, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય યોગાચાર્ય,ચંદુ ભાઈ પટેલ,તમામ સમાજના શ્રેષ્ટિઓ, અરવલ્લી જિલ્લા કોર્ડીનેટર જયેન્દ્રભાઈ મકવાણા યોગકોચ રાજેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહી આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી.
