મોડાસા તાલુકાના મોટી ઈસરોલ ગામે ઈચ્છા પૂર્ણ રામદેવ મંદિરે રામદેવ ઉપાસક પૂજ્ય હીરા દાદા ના સાનિધ્યમાં ઉત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો જય બાબારીના જયકારા સાથે નીકળેલી ભવ્ય શોભા યાત્રામાંઅબાલવૃદ્ધ સૌ કોઈ નાચી ઝૂમી ઉઠ્યા હતા હાથમાં નવરંગી નેજા સાથે મંદિરે આવી નેજા ચડાવી તેમજ પૂજા દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળતા હતા. ગામમાંથી અને આસપાસના વિસ્તારો ઉપરાંત તાલુકા અને અન્ય જિલ્લામાંથી ભાવિકો હાથમાં નેજા સાથે ઉમટયા હતા. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આજે નોમના નેજા ઉત્સવ નિમિત્તે સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ઉમટી રહી હતી સૌ ભક્તો ડીજેના તાલે રામદેવ ભજન અને ગીતો સાથે ઝૂમી રહ્યાં હતા ગામના ચોકમાં પણ ભાવિકો ગરબા ગાઇને ઉત્સવનો આનંદ માણ્યો હતો ઇસરોલના સૌઅબાલ વૃદ્ધ દ્વારા ઉપસ્થિત રહીને ઉત્સવને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મનાવ્યો હતો. તેમજ મહિલાઓએ ભજનોની રમઝટ બોલાવી હતી બાબા રામદેવજીના જયકારાથી વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું
