મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના ઉપરવાસ રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમ અને મધ્ય પ્રદેશની અનાસ નદીમાંથી મોટી માત્રામાં પાણીની આવક અને ઉપરવાસમાં વરસી રહેલા અતિભારે વરસાદના કારણે કડાણા ડેમમાં ખૂબ મોટી માત્રામાં પાણીની આવક થઇ રહી છે.

જેને લઈને ડેમના 21 ગેટ ખોલી મહીસાગર નદીમાં 1.65 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ સાવચેતીના ભાગરૂપે 128 ગામોને એલર્ટ કરાયા છે સાથે તાંત્રોલી ર્બ્રિજ પણ અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે.મહીસાગર નદી હાલ બંને કાંઠે વહી રહી છે કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેના કારણે મહીસાગર નદી હાલ બંને કાંઠે વહી રહી છે. મહી નદીના વિશાળ પટમાં બંને કાઠે સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇ મહિસાગર અને પંચમહાલના જિલ્લાના 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગર કાંઠા વિસ્તારના પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના મહી કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામોના લોકોને પણ સતર્ક રહેવા જણાવાયું છે.કડાણા ડેમમાં અત્યારે 1 લાખ 65 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. જેની સામે 1 લાખ 55 હજાર ક્યૂસેક પાણી ડેમના 21 ગેટ ખોલી મહી નદીમાં છોડાઇ રહ્યું છે. ડેમના 15 ગેટ 3 ફૂટ જ્યારે 6 ગેટ 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેની સાથે ડેમના લેવલ અત્યારે 415.6 ફૂટ છે.