માંગલ્ય રેસીડેન્સી ધનસુરા ની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતાં સોસાયટીના રહીશો દ્વારા ગ્રામ પંચાયત અને મામલતદાર,નાયબ કલેક્ટર ને લેખિત માં રજૂઆત કરવામાં આવી છતાં પાણી નો કોઈ નિકાલ થયો નથી ના આક્ષેપ સોસાયટીમાં રહેતા મેહુલ પટેલે લગાવ્યા છે માત્ર પંચાયત વાળા આવ્યા અને કોઈ ના ઘરમાં થી નિકાલ કરાયો તેને કલેક્ટર ને રજૂઆત કરી તો પાળો કરી બંધ કરાયો હાલ માં સોસાયટીમાં પાણી જ પાણી છે જેના કારણે ભયંકર રોગચાળા ફાટી નીકળે તેવી હાલત છે ત્યારે સોસાયટીના રહીશો એ તાલુકા સ્વાગત માં પણ લેખિત અરજી કરી છતાં બહેરું અને નાગરોળ તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી નહી કરતાં સોસાયટીના રહીશો માં ભારે રોષ જોવા મળ્યો પાણી નો કાયમી ઉકેલ નહિ કરાય તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવે તો નવાઈ નહી હોય
