Monday, June 9, 2025
spot_img
HomeNewsજાયન્ટ્સ મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લાની જુદી જુદી સ્કૂલોના શિક્ષકોનુ સન્માન કરવામાં આવ્યું...

જાયન્ટ્સ મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લાની જુદી જુદી સ્કૂલોના શિક્ષકોનુ સન્માન કરવામાં આવ્યું ટઔ(

ગુરુ ને ભગવાનથી પણ ઊંચું મહત્વ આપવાની પરંપરા આપણી સંસ્કૃતિમાં છે, તેથી કહેવાય છે કે ‘ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે….. આજે પાછું એકલવ્ય જેવું કોરોનાની મહામારી માં થઈ રહ્યું છે આજે સોશિયલ મીડિયા મારફતે એટલે કે મોબાઇલ લેપટોપ આઇપેડ એ દ્રોણાચાર્યની મુર્તિ છે અને સામે દેશ અને દુનિયાના લાખો વિદ્યાર્થીઓ નવા દ્રોણાચાર્યની મુર્તિ સામે બેસીને પોતાનું શિક્ષણ લઇ રહ્યા છે .આજે પણ આ માધ્યમો હોવા છતાં તેમાં પણ ગુરુ એટલે કે શિક્ષક ની જરૂર તો પડે જ છે આજના શિક્ષક દિન નિમિત્તે સર્વોદય હાઈસ્કૂલ ના પ્રાર્થના હોલમાં જાયન્ટ્સ મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લાના જુદાજુદા શાળાઓના શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ બીપીન કાકા. નરેન્દ્ર કાકા . અમિતભાઈ.રાજાબાબુ. રાકેશભાઈ મહેતા. પ્રવીણભાઈ પરમાર સન્માનિત શિક્ષકો હાજર રહ્યા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x