આદિવાસી સમાજ અને સમગ્ર મેઘરજ-ભિલોડા તાલુકા નું ગૌરવ વધારેલ છે.ગામ – પંચાલ (તા. મેઘરજ) ના મુળવતની સોમાભાઈ હક્સીભાઈ કટારાના પુત્ર મહેન્દ્રભાઈ એસ. કટારા (મેનેજર, આઈ.ટી, યુ.જી.વી.સી.એલ) અને ગામ – રાયસીંગપુર (તા. ભિલોડા) ના વતની નાનજીભાઈ વાલજીભાઈ ડામોરની પુત્રી સોનલબેન મહેન્દ્રભાઈ કટારા (રેન્જર કમિશનર, ભારત સ્કાઉટ-ગાઈડ, સાબરકાંઠા) ની દીકરી કિસ્મત મહેન્દ્રભાઈ કટારા, રક્ષાબંધનના પવિત્ર પાવન પર્વના શુભ અવસરે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ્હસ્તે રાખડી બાંધવા માટે આમંત્રિત થઈ હતી.વિશેષ અવસર પર, ભારત દેશના વિવિધ રાજયોમાંથી આમંત્રિત ૭૦૦ બાળકોમાંથી, સાબરકાંઠા જિલ્લાના હિમતનગર સ્થિત સૌરભ સંસ્કાર વિદ્યાલયની ચાર દીકરીઓમાં કિસ્મત મહેન્દ્રભાઈ કટારા પણ એક હતી. જેમના હાથ પર સ્વયં રાષ્ટ્રપતિએ રાખડી બાંધી હતી. આ પ્રસંગ માત્ર કિસ્મત માટે જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજ અને મેઘરજ-ભિલોડા તાલુકા માટે ગર્વ અને વિશિષ્ટ સન્માનની સૌભાગ્યપૂર્ણ ક્ષણ બની ગઈ હતી.
