શ્રી તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળા,ભિલોડામાં રક્ષાબંધન પર્વ ની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.આચાર્ય પુષ્પાબેન પાંડોર, જયદીપ પટેલ, વાલીઓ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી કરવામાં આવી હતી.ધોરણ. ૬/૭/૮ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન વિશે વક્તવ્ય અને ગીત રજૂ કરવામાં આવ્યા હતા.શાળાની વિદ્યાર્થીનીઓએ શાળાના વિદ્યાર્થીઓને કુંમ-કુંમ તિલક કરીને રાખડી બાંધી અને મોં મીઠું કરાવ્યું હતું.રક્ષાબંધન પર્વની ઉજવણી જુનિયર કે.જી, સિનિયર કે.જી સહિત બાલ-વાટિકાના નાના-નાના ભુલકાઓ દ્વારા રક્ષાબંધન પર્વની આનંદ, ઉત્સાહભેર ઉજવણી યોજાઈ હતી.

આચાર્ય પુષ્પાબેન પાંડોર, શિક્ષક જ્યોત્સનાબેન દ્વારા રક્ષાબંધન પર્વ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.શાળા સંચાલક મંડળના સર્વશ્રેષ્ઠ સંચાલક, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ડો. કિશોરકુમાર પટેલ, મંત્રી મિતેશભાઈ ભાવસાર એ પવિત્ર પાવન પર્વ રક્ષાબંધન પર્વની હ્રદય પુર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.