દયા દાન ને દાતારી, માન મર્યાદા ને મોભો, વટ વચન ને વીરતા એના વાવેતર ના હોય સાહેબ એતો વારસા માં મળે…….

મહેસાણા જિલ્લાનાજોટાણા તાલુકાના સિડોસણા ગામમાં રાજેન્દ્રકુમાર બાબુલાલ બ્રહ્મભટ્ટ (Rtd,ADGP) અથાગ પ્રયત્નથી સિડોસણા ગામને એક નવી ગિફ્ટ મળી છે. ગામમાં નાડિયા સમાજના લોકોને મફત પ્લોટ આપી નવું રાજેન્દ્રનગર ઉભું કરવામાં આવ્યું છે. સિડોસણા ગામનું ગૌરવ અને આદર્શ એવા રાજેન્દ્રકુમાર બાબુલાલ બ્રહ્મભટ્ટ (Rtd,ADGP)ના અથાગ પ્રયત્નોથી સિડોસણા ગામને એક નવી ગિફ્ટ મળી છે.
મહેસાણાના જોટાણા તાલુકામાં આવેલા સિડોસણા ગામના નાડિયા સમાજના લોકોને મફત પ્લોટ આપવામાં આવ્યા છે. આ પ્લોટ આપી ત્યાં એક સુંદર અને સુવ્યવસ્થિત રાજેન્દ્ર નગર ઉભું કરવામાં આવી રહ્યું છે. આજે રાજેન્દ્રકુમારના હસ્તે નાડિયા સમાજના લોકોને પ્લોટ આપવામાં આવ્યા હતા. આજના આ ફાસ્ટ યુગમાં લોકો પોતાની વ્યસ્તતામાંથી ફ્રી થઇ રહ્યા નથી તો એવા સમયમાં સાહેબ શ્રીએ પોતાનો કિમતી સમય આપી લોકો માટે કઈ રીતે ભલું શકાય તે ભાવના સાથે પ્રયત્નો કર્યા હતા જેનું ફળ આજે રાજેન્દ્ર નગરના લોકો લેવા જી રહ્યા છે. સિડોસણા ગામ પંચાયત દ્વારા રાજેન્દ્રકુમારનો આભાર મનાવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.