સાબરકાંઠા જિલ્લાના તબીબોએ હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓ બંધ રાખી હતી. કોલકતામાં ટ્રેઈની તબીબ પર ગુજારવામાં આવેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે શનિવારે IMA દ્વારા તબીબી સેવા બંધ અને રેલી સહિત સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં સાબરકાંઠા જિલ્લાની મુખ્ય GMERS સિવિલ હોસ્પિટલથી રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સુત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો જોડાયા હતા. મેડિકલ કોલેજના વિધાર્થીઓ પણ જોડાયા હતા.આ રેપ વીથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને સખતમાં સખત સજા મળે અને દિકરીને યોગ્ય ન્યાય મળે તો માટેનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. રેલી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તમામ કેમ્પસમાં ફરી મુખ્ય ગેટ આગળ પૂર્ણ થઈ હતી. ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દિકરીઓને સહિત મહિલા ડોક્ટરોને સુરક્ષા મળી રહે જેને લઈને આરોપીઓને આકરી સજા મળે તો માગ સાથે રેલી યોજાઈ હતી.