78 માં સ્વતંત્ર પર્વ ની તાલુકા કક્ષા ની ઉજવણી અમલાઈ ગામે પ્રાથમિક શાળામાં કરવામાં આવી . મોડાસા મામલતદાર સુ શ્રી ગોપી વી મહેતાના અઘ્યક્ષ સ્થાને કરવામાં આવી જેમાં મોડાસા રુરલ પીએસઆઇ તાલુકા વિકાસ અધિકારી બીજા અધિકારીઓ તેમજ પોલીસ ગણ આજુબાજુ શાળા ના વિદ્યાર્થીઓ યુજીવીસીએલ ના કર્મચારીઓ તેમજ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ અને ગામની સંસ્થા ના આગેવાનો તેમજ મોટી સંખ્યા માં ગ્રામજનો ભેગા ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો નાટક જેવા કાર્યક્રમો યોજાયા હતાસાથે ધ્વજવંદન કાર્યકમ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવાઈ ગયો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમલાઈ શાળાના આચાર્ય ભાવનાબેન પટેલે કરેલું હતું.
