અરવલ્લી જિલ્લા કક્ષા ના 78 મી સ્વતંત્રતા દિવસની ઊજવણી માલપુર ખાતે કરવામાં આવી હતી જેમાં મોડાસા ના સામાજિક કાર્યકર્તા અને પત્રકાર સલીમભાઈ દાઉદભાઈ પટેલ નું શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક ના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સલીમભાઈ પટેલ દ્વારા કોરોના કાળ માં જ્ઞાતિ જાતિ ધર્મ જોયા વગર તથા સારવાર કેન્દ્ર મારફતે બહેતરીન આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી ને ધ્યાને લઈ આજે 78માં સ્વાતંત્રતા દિવસે કલેક્ટર તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના અઘિકારીઓ, ધારાસભ્યો, કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ સ્વાંત્રત્રસેનાનીઓ સામાજિક કાર્યકરો વેપારીઓ વરીષ્ઠ નાગરિકો તેમજ પત્રકારો ની ઉપસ્થિતિ માં સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું
