Monday, June 9, 2025
spot_img
HomeGujaratદશામાની મૂર્તિ વિસર્જનમાં કરુણાંતિકા:ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે કિશોરી ડૂબી, બચાવવા...

દશામાની મૂર્તિ વિસર્જનમાં કરુણાંતિકા:ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે કિશોરી ડૂબી, બચાવવા 4 લોકો કૂદ્યા, ત્રણનાં મોત, પરિવારમાં આક્રંદ

અમરેલી: ગુજરાતમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ ગામડા સુધી પહોંચી ગયા છે. ત્યારે સિંહના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. સાવરકુંડલ તાલુકાના થોરડી ગામની ગૌશાળાના ગેઇટ ઉપર બે સિંહ અને બે શ્વાન વચ્ચે લડાઇ થઇ ગઇ હતી. ગેઇટની બહાર સિંહ અને અંદરની બાજુ શ્વાન હતાં. બન્ને વચ્ચે લડાઇ થઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

અમરેલી જિલ્લામાં સિંહ વસવાટ કરે છે. સાવરકુંડલા તાલુકામાં સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં આવે છે. રાતે મોટાભાગે સિંહ શિકારમાં નીકળે છે. અમરેલી જિલ્લાનાં ગામડાની શેરીઓમાં પણ સિંહ શિકાર કરે છે. તેમજ ગામડામાં આટા મારાતા દેખાય છે. હાઇવે ઉપર પણ સિંહ જોવા મેળે છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે થોરડી ગામનમી ગૌશાળામાં રાત્રી સમયે બે સિંહ આવી ચઢ્યાં હતાં. ગેઇટ પર સિંહ પહોંચતા ગેઇટ બંધ હતો. સિંહને જોઇ અંદરથી બે શ્વાન દોડી આવ્યા હતા. બે સિંહ અને શ્વાન વચ્ચે લડાઇ શરૂ થઇ હતી. પરંતુ વચ્ચે ગૌશાળાનો ગેઇટ હતો.

News18

આ ઘટનામાં ગેઇટની બહારની બાજુ બે સિંહ હતા અને અંદરની બાજુ બે શ્વાન હતાં. બન્ને સામ સામે આવી ગયા હતાં. બન્ને શ્વાન સુરક્ષીત હોય સિંહ સામે લડવા તૈયાર થઇ ગયા હતાં. બીજી તરફ સિંહોએ પણ જોર લગાડ્યું હતું. પરંત ગેઇટના કારણે શિકાર થયો ન હતો. આ લડાઇના અંતે સિંહ જતા રહ્યાં હતાં. મોટો અવાજ જતા ગૌશાળામાંથી કોઇ વ્યક્તિ બહાર આવે છે. ટોર્સનો પ્રકાશ કરે છે. આ વ્યક્તિની સાથે શ્વાન પણ બહાર આવે છે. આ સમગ્ર ઘટના ગૌશાળાના ગેઇટ ઉપર મુકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. આ વીડિયો ભારે વાયરલ થયો છે.

SourceNews18

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x