Monday, June 9, 2025
spot_img
HomeNewsમહીસાગર : લુણાવાડા નગરપાલિકા ફાયર વિભાગને નવીન ગાડી ફાળવવામાં આવી

મહીસાગર : લુણાવાડા નગરપાલિકા ફાયર વિભાગને નવીન ગાડી ફાળવવામાં આવી

ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસ દ્વારા મહીસાગર જિલ્લા મથક લુણાવાડા તેમજ ખાતે અલ્ટ્રા હાય પ્રેસર મીની ટેન્ડર વિથ રેસ્ક્યુ ઇકવીમેન્ટ ફાળવવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન ફાયર ટીમના સદસ્યો દ્વારા કુમકુમ તિલક, ફુલહાર કરી શ્રીફળ ફોડી કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, આ અલ્ટ્રા હાય પ્રેસર ટેન્ડર વીથ રેસ્ક્યુ ઇકવીમેન્ટ ગામડાના નાના રસ્તાઓમાં અને શહેરી વિસ્તારના રસ્તાઓમાં જ્યાં મોટી ગાડીના જઈ શકે એવી જગ્યાએ ખૂબજ આસાનીથી જઈ શકશે અને જિલ્લામાં કોઈ પણ મોટી આગજની કે કુદરતી હોનારત સર્જાય ત્યારે તેને પહોંચી વળવા ઉપયોગી નીવડશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x