જિલ્લા કલેક્ટર નેહા કુમારીનો જન્મ દિવસ હોવાથી તેથી તેઓ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નવા વાઢેલા પ્રાથમિક શાળા ખાતે પહોંચી ગયા હતા.જયાં તેમને પ્રાથમિક શાળાના બાળકો સાથે જાણે કે એક માતા જેમ પોતાના પુત્રને વ્હાલ કરે તેમ તેઓની સાથે સંવાદ કરી કેક કાપીને પોતાના બાળકો સાથે જમીન પર બેસીને તિથિ ભોજન લઇને જન્મદિવસની ઉજવણી કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.

કલેક્ટરએ આ પ્રસંગે શાળાના બાળકોને કંપાસ બોક્સ અને ચોકલેટ વિતરણ કરી બાળકોને અંતરિયાળ વિસ્તારમાંથી બહાર આવી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે પ્રગતિના શિખરોસર કરી ગામનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરશો તેવી આશા વ્યક્ત કરી બાળકોને તેમના ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.