Monday, June 9, 2025
spot_img
HomeGujaratમાણસા આનંદી માઁના વડલે સિવણ વર્ગનો ધારાસભ્યએ પ્રારંભ કરાવ્યો

માણસા આનંદી માઁના વડલે સિવણ વર્ગનો ધારાસભ્યએ પ્રારંભ કરાવ્યો

માણસા આનંદી માઁના વડલે માનદ્ મેનેજીંગ ટ્રસ્ટી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસની પ્રેરણા અને દાતાઓના સહયોગથી જન શિક્ષણ સેવા સંસ્થા દ્વારા સિવણ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. જે સિવણ વર્ગનો ધારાસભ્ય જે એસ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. તાલીમ લેનાર બહેનોને આત્મ નિર્ભર બની સ્વરોજગાર પ્રાપ્ત કરી ને કુટુંબ ને મદદરૂપ બની શકે તેવી શુભકામનાઓ પાઠવી ને પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સહિત મહાનુભાવોએ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ મહિલાલક્ષી યોજનાઓની પણ માહિતી આપી હતી.

Photo By, Dhaval Darji

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, જન શિક્ષણ સેવા સંસ્થા ના ડાયરેક્ટર દિનાબેન ચોકસી, મહામંત્રી મોતીલાલ પુરોહિત, મારુતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ બાબુભાઈ પટેલે સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x