માણસા પોલીસ ઈન્સ્પેક્ટર પી જે ચુડાસમાએ સર્વેલન્સ સ્કોડના સ્ટાફને જરૂરી સૂચના કરેલ. જે અન્વયે PSI વાય કે બેલીમ હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ, સુરપાલસિંહ, પો. કો. મહેન્દ્રસિંહ, રોહિતકુમાર અને બળવંતસિંહ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ તથા બળવંતસિંહને ખાનગી બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓ લોદરા બસ સ્ટેશન ખાતે હાજર છે. જે બાતમીના પગલે પોલીસે હકીકતવાળી જગ્યાએથી રહાવીર રાજુભાઇ રાઠોડ, મેરસિંગ ધરમભાઈ રાઠોડ અને રાજેન્દ્રભાઇ રાજુભાઇ રાઠોડને સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યા હતા.


પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 96070ની કિંમતના સોના-ચાંદીના દાગીના, 15,000ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 1,11,070નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રણેય આરોપીઓએ સવા માસ પહેલા વરસોડા ગામે ચોરી કરી હતી. માણસા પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.