Monday, June 9, 2025
spot_img

વિશ્વ યોગ દીન દિવસે ઓધારી યોગ ક્લાસના શિક્ષકોએ અલગ અલગ સ્થળે સારી રીતે યોગ કરાવ્યા..

વિનોદ ભાવસાર …

વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઓધારી યોગ ક્લાસના શિક્ષકો એ મોડાસા શહેરની જુદી જુદી સંસ્થાઓમાં યોગ કરાવ્યા હતા અને સમગ્ર મોડાસા શહેરને યોગમય બનાવ્યું હતું. 

ડો. હરિલાલ પટેલ, નવીન રામાણી અને કુ. ખનકે જિલ્લા કોર્ટ સંકુલમાં યોગ કરાવ્યા હતા અને આહાર વિહારનો પણ ખ્યાલ આપ્યો હતો જેમાં જિલ્લા કોર્ટ ના મેજિસ્ટ્રેટ અંજારિયા મેડમ અને અન્ય મેજિસ્ટ્રેટ સાહેબો તથા સર્વ વકીલો અને કોર્ટના સ્ટાફે ભાગ લીધો હતો અને રોજ નિયમિત યોગને જીવનમાં સ્થાન આપવા સંકલ્પ બદ્ધ થયા હતા. મોડાસા હાઇસ્કુલ સંકુલમાં શ્રી વસંતભાઈ શાહ તથા સબ જેલ સંકુલમાં મણીભાઈ પ્રણામીએ સબ જેલનિરીક્ષક પી જે ચાવડા ની રાહબરી હેઠળ 120 જેટલા કેદીઓ યોગ કરીને ભાવવિભોર બન્યા હતા.તથા મોડાસા કોલેજ સંકુલમાં રોહિતભાઈ અને સુધાબેન શર્મા એ યોગનો વર્ગ લીધો હતો જ્યારે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ડો દિપ્તીબેન ઉપાધ્યાય એ યોગ પ્રશિક્ષણ સંભાળ્યું હતું. ઓધારી ગાર્ડનમાં પીનલબેન સોની અને ભુપેન્દ્રભાઈ એ તથા ચંપકભાઈ એ વર્ગ સંભાળ્યો હતો જેમાં મોટાભાગે સુદક્ષિણા ગુરુજી ના આદેશથી સિંધી ભાઈઓ બહેનોએ વિશિષ્ટ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન પત્રકાર વિનોદભાઈ ભાવસારે કર્યું હતું. સરસ્વતી હાઇસ્કુલ માં શ્રી રાજુભાઈ પટેલે યોગનું સંચાલન કર્યું હતું. યોગના પ્રશિક્ષક શ્રી જયેન્દ્રભાઈ મકવાણા દેવની મોરી શામળાજી ખાતે ઉપસ્થિત રહ્યા હ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x