Monday, June 9, 2025
spot_img
HomeGujaratમાણસા કોલેજ ખાતે પોલીસ ઈન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

માણસા કોલેજ ખાતે પોલીસ ઈન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા દરેક પોલીસ મથકમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. મળતી માહિતી મુજબ માણસા સાયન્સ કોલેજ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. વધુમાં ડ્રગ્સ જેવા વ્યસનથી થતી અસરો, યુવાનો વ્યસનથી દૂર રહે, ડ્રગ્સના બંધાણીઓ, મિત્રો, વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા, કાયદાકીય જોગવાઈઓ અંગે ચર્ચા કરી વિસ્તૃત માહિતી પૂરુ પાડવામાં આવી હતી.

Photo By, Dhaval Darji

ત્યારબાદ વ્યસન નહિ કરવા તમામે પ્રતિજ્ઞા લીધી હતી.કાર્યક્રમમાં માણસા પોલીસ ઈન્સ્પેક્ટર પી જે ચુડાસ્મા, કોલેજ આચાર્ય જનકભાઈ શુક્લા સહિત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x