અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લિ. મોડાસાના ચીફ એકાઉન્ટન્ટ હરેશકુમાર કે. શાહનો સ્ટાફ વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં બેંકના ચેરમેન પ્રજ્ઞેશભાઈ વી. ગાંધી, મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઇ જી. ગાંધી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બેંકના સી.ઈ.ઓ. દર્શન મિસ્ત્રી, મેનેજર અને બેંકના તમામ સ્ટાફ મિત્રોએ સાથે મળીને હરેશકુમાર શાહને સન્માનિત કર્યા હતા. તેઓને સન્માન પત્ર અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બેંકના ચેરમેન અને એમ.ડી. દ્વારા હરેશકુમાર શાહની બેંકમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. સમગ્ર સ્ટાફ દ્વારા તેમના ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અહેવાલ: યોગેશ શાહ, મોડાસા