ગુજરાતમાં ગરમીનું જોર વધ્યું, હવામાન વિભાગે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આગામી દિવસોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. દેશના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિહાર અને ઝારખંડમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. રાજસ્થાનના બિકાનેર, બાડમેર અને જેસલમેરમાં આજે તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.
